Saturday, March 09, 2013

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Interview Tips for Government Jobs (Gujarati)

Posted: 08 Mar 2013 09:38 AM PST

                 આજનાં આ ગળાકાપ  હરીફાઈનાં સમયમાં સફળતાનાં સાત કોઠા પાર કેમ કરવા એ આજનાં વિદ્યાર્થીઓ કે નોકરી વાંચ્છુઓ માટે મોટો પ્રશ્ન છે. આજનાં સમયમાં સરકારી નોકરી મેળળવવાની દરેકની ઈચ્છા હોય છે અને ટ્રેન્ડ પણ છે. કારણ કે સરકારી નોકરીમાં થતો સલામતીનો અનુભવ અન્ય કોઈ નોકરીમાં થતો નથી. તેથી જ દરેક પિતાની  સદાયની એવી લાગણી હોય છે કે તેનું સંતાન સરકારી નોકરી કરતું હોય.

એક સમય એવો હતો કે, સરકારી નોકરી મેળવવી એકદમ સરળ હતી. પરંતુ આજે સિનારીયો બદલાઈ ગયો છે. કોઈ પણ નોકરી મેળવવી એ આજે અર્જુન પરીક્ષા સમાન છે અને ખાસ કરીને સરકારી નોકરી માટે ટફ કમ્પીટીશનનો સામનો કરવો પડે છે. અને એટલે જ પ્રાઈવેટ સેકટર કરતાં સરકારી સેકટરમાં નોકરી મળવી અને કરવીએ ગર્વની બાબત છે.

જો કે તમે પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ સેકટર પસંદ કરી શકો છો પરંતુ તે બંને સેકટરમાં    પસંદગી પ્રક્રિયામાં થી પસાર થવુ ફરજીયાત છે. હા, એ ખરુ કે, બંને સેકટરની પસંદગી પ્રક્રિયામાં થોડો ઘણો ફરક છે. પરંતુ બંને જગ્યાએ નોકરીની ખુરશી સુધી પહોંચતા પહેલા સ્કિલ ટેસ્ટ અને ઈન્ટરવ્યુનો પહાડ પસાર કરવો જ પડે.

સરકારી નોકરી માટે ઓરલ ઈન્ટરવ્યુ આપવો અને પસાર કરવો એ એક પડકાર જનક સ્ટેપ છે. પરંતુ હોમવર્ક અને જરુરી તૈયારી સાથે અહીં આપેલી સિમ્પલ પરંતુ અસરકારક ટીપ્સ તમને સરકારી નોકરી માટે ઈન્ટરવ્યુનો છેલ્લો કોઠો વિંધવામાં નિ:શંક ઉપયોગી થશે.

તો ચાલો જોઈએ ઈફેકટીવ ઈન્ટરવ્યુ ટીપ્સ...


ટીપ:-૧  પ્રેઝન્ટેશન:


'ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન' - યોગ્ય રીતભાત અને વેલ ડ્રેસીંગ એ ઈન્ટરવ્યુનું પ્રથમ પગથીયું છે. ઈન્ટરવ્યુઅર બોર્ડને ઈમ્પ્રેસ કરવા માટે તમારું પ્રાથમિક પ્રેઝન્ટેશન અત્યંત મહત્વનું છે.


ટીપ :- ર  કોન્ફીડેન્ટ બોડી લેંગ્વેઝ:


તમારે માત્ર યોગ્ય કપડાં જ નથી પહેરવાનાં, પરંતુ સાથે આત્મવિશ્વાસનો લિબાસ પણ પહેરવાનો છે. સ્માઈલીંગ ફેસ અને કોન્ફીડેન્ટ હાવભાવ તમને ઈન્ટરવ્યુનો અડધો જંગ જીતાડી દેશે. અને હા, આ આત્મવિશ્વાસ માત્ર ઉપર છલ્લો ન હોવો જોઈએ કારણ કે, જીભ ખોટુ બોલી શકશે પરંતુ શરીર નહી. માટે આત્મવિશ્વાસ અંદરથી ફીલ થવો જરુરી છે.


ટીપ :- ૩  એટીટયુડ:


એટીટયુડ મતલબ તમે તમારી જીંદગીને કઈ રીતે જુઓ છો, સંજોગોને કઈ રીતે મુલવો છો અને જીવનનાં સત્યો સામે કઈ રીતે રીએકટ કરો છો. એટીટયુડનાં બે પ્રકાર છે, પોઝીટીવ અને નેગેટીવ. પાણીથી અડધા ભરેલા ગ્લાસને તમે અડધો ભરેલો જુઓ છો તે પોઝીટીવ એટીટયુડ છે અને જો તેને તમે અડધો ખાલી છે તેમ જોતા હો તો તે છે નેગેટીવ એટીટયુડ. તમારી જાતને સાચી રીતે સમજવી અને તે રીતે જ તેને ઈન્ટરવ્યુઅર બોર્ડ સમક્ષ રજુ કરવી એ તમારા એટીટયુડનાં પલ્લાને પોઝીટીવ તરફ નમતું રાખવાનો સરળ રસ્તો છે.


ટીપ :- ૪  સાંભળો :


ઈન્ટરવ્યુઅર બોર્ડ તમારી ન્રમતાનો પણ અભ્યાસ કરશે, અને એ મળશે એમને તમારી સાંભળવાની ધીરજ પરથી. માટે ઈન્ટરવ્યુઅર શું કહે છે અને શું પુછવા માંગે છે તે ધીરજપૂર્વક સંભળી, તેને સમજી અને માત્ર એટલો જ જવાબ આપો જેટલો સવાલમાં માંગવામાં આવ્યો છે.


ટીપ :- પ  વિચારો:


ઈન્ટરવ્યુઅર દ્વારા  પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક સેકન્ડ માટે તમારી જાતને તે જવાબ સાથે કન્વીન્સ કરો. જો તમારે સ્પેસીફીક જવાબ આપવા માટે ક્રિટીકલ એનાલીસીસ કરવું જરુરી હોય અને તેના માટે વધુ સમયની જરુર હોય, તો ઈન્ટરવ્યુઅર સમક્ષ ફ્રેન્કલી રજુઆત કરી વધુ સમય માંગી લો. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે, એક લીમિટ કરતાં વધુ સમય લેવો તે પણ નુકસાનકારક સાબિત થશે કેમ કે, તમારી જેમ ઈન્ટરવ્યુઅર માટે પણ સમય ઈમ્પોર્ટન્ટ છે.


ટીપ :- ૭  કલેરીફિકેશન: 


ઈન્ટરવ્યુ દરમ્યાન કયારેક એવું પણ બની શકે કે, ઈન્ટરવ્યુઅર દ્વારા બોલવામાં આવેલા શબ્દો તમે બરાબર સમજી ન શકો અથવા બોલવામાં આવેલા વાકયનો યોગ્ય રીતે અર્થ ન કરી શકો. આવા સમયે કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર, એકદમ નમ્રતાપૂર્વક ન સમજાયેલ શબ્દ કે વાકય ફરીથી બોલવા માટે તમારા ઈન્ટરવ્યુઅરને વિનંતી કરો અન્યથા સમજયા વગર અટકળથી અપાયેલો જવાબ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.


ટીપ :- ૬  ફોર્માલીટી:


              સામાન્ય રીતે લોકો ફોર્માલીટી ( ઔપચારીકતા)ને શરુઆતમાં સારી રીતે મેન્ટેઈન કરે છે પરંતુ જેમ જેમ ઈન્ટરવ્યુનો સમય પસાર થતો જાય છે તેમ તેમ તેઓ ફોર્માલીટીમાં બાંધછોડ કરતાં જાય છે. પરંતુ તમારી બેસ્ટ પ્રોફેશનાલીટી બતાવવા માટે તમારે ઈન્ટરવ્યુ દરમ્યાન થ્રુ-આઉટ ફોર્માલીટી મેન્ટેઈન કરવી અત્યંત જરુરી છે.

અંતે, એ બાબત હંમેશા માટે યાદ રાખો કે તમારી સામે જે બેઠા છે તેઓ પણ એક માણસ જ છે. તેઓ ઈન્ટરવ્યુ દ્વારા તમને સમજવા માંગે છે અને તમને નોકરી આપવા માંગે છે. જેથી તેઓ જે શોધે છે તે તમારામાં છે તે બતાવી આપો. તો મિત્રો, Keep cool and break the rock.

Surat, Navasari and Valsad District Industries Help Center Recruitment – Selection and Waiting List

Posted: 07 Mar 2013 11:17 PM PST

Now the selection list and waiting list is available for the Surat, Navasari and Valsad District Industries Help Center Recruitment 2013.

Candidates who was applied for the same can check their name by visiting official website Ojas1 or by visiting below given link:

Check or Download List:

Surat, Navasari, Valsad and Tapi Jilla Kutumb Sahayata Kendra Bharti – Selection List& Waiting List

Posted: 07 Mar 2013 11:13 PM PST

All the candidates who are applied for Surat, Navasari, Valsad and Tapi District recruitment for family help center, now can check Selection List & Waiting List.

Recently Ojas Guj Nic Published this list. Visit official site http://ojas1.guj.nic.in or go on below given link to check your name.

Check or Download List from Here:

Print Gujarat High Court Peon Interview Call Letter

Posted: 07 Mar 2013 07:49 PM PST

Gujarat High Court had issued notification for the post of Peon. Candidates, who had furnished applications, are required to appear at interview. Interview for the same will be held on 17th, 23rd, 24th and 29th March, 2013.

Candidates are required to have call letters at the time of interview. They can download call letters from the link given below. Call letters are available from 08/03/2013 on official website www.hc-ojas.guj.nic.in.

Downloading HC Gujarat Peon Interview Call Letter from Here:

Result of Forest Accountant and Head Clerk Examination of Date 24/02/2013

Posted: 07 Mar 2013 07:32 PM PST

Forest Department was held written exam for Accountant and Head Clerk posts on the date 24th February, 2013. All the candidates are waiting for their results, but now wait is over because it is declared.

Related candidates can check their results by visiting official webpage (given below) and providing valid seat number and birth date.

Check Here Result of Accountant and Head Clerk Examination (FAHC-2013) - Forest Department - Ad NO. 01/2012 & 02/2012

No comments:

Post a Comment